Home
ઊન્નતપૂરનું ઊતાર-ચઢાવનું મૂકસાક્ષી હિરબાઈ તળાવ…
ઊન્નતપૂરનું ઊતાર-ચઢાવનું મૂકસાક્ષી હિરબાઈ તળાવ
MYTHOLOGIBHARAT
Jun 13, 2025
381
0 comments
Description
ઊન્નતપૂરનું ઊતાર-ચઢાવનું મૂકસાક્ષી હિરબાઈ તળાળ
your quire:
ઊન્નતપૂરનું ઊતાર-ચઢાવનું મૂકસાક્ષી હિરબાઈ તળાવ
નવોદય યોજના, આર્થિક સહાય, શિક્ષણ યોજના, gujarati news, અર્ધ શહીદ વિદ્યાર્થીઓ, અંગ્રેજી શિક્ષણ, gujarati news live, શિક્ષણ સહાય, gujarat, ગુજરાતી સમાચાર, ગુજરાત શિક્ષણ, gujarat news, સમાજિક સહાય, અર્થિક સહાય, ધન સહાય, શૈક્ષણિક સહાય, gujarat weather news, શિक्षा યોજના, જળ સંરક્ષણ, ખેતી પાણી, અર્ધ શહીદ, ગુજરાતીયો માટે, અમદાવાદ સમાચાર, શિક્ષણ લાભ, હિરબાઈ તળાવ, પૂર ધરોહર, જળસંરક્ષણ, સામાજિક વપરાશ, સ્થાનિક પર્યાવરણ, તળાવ સંકટ, ઉણનતપૂર, હિરબાઈ ಐતિહાસ, અબાલીયા સમારંભ
ઊન્નતપૂરનું ઊતાર-ચઢાવનું મૂકસાક્ષી હિરબાઈ તળાવ
શહેરના હાર્દસમુ હિરાતળાવ ઇતિહાસ -શિલ્પશાસ્ત્ર જલસંગ્રહ તથા પરોપકારનું ઊત્તમ પ્રતિક છે. હિરાતળાવ વિશે તળાવની પશ્ચિમ પાળે સંસ્કૃતભાષામાં એક શિલાલેખ છે. જેમાં તળાવ કરનાર ં તથા તેની પ્રશસ્તિ કેવામાં આવી છે. ગુજરાતના અભિલેખોમાં વિ.સ. -૧૫૮૩ના શિલાલેખમાં કાયસ્થ વંશના મંત્રી પતાંએ ઊનામાં મોટું તળાવ કરાવ્યું એને ત્રણ ભાર્યા હતી.
કે. કા. શાસ્ત્રી નીચે મુજબ મત વ્યક્ત કરે છે. તા. ૧૮/૦૭/૧૫૨૬ નાં સંવત ૧૫૮૨ ઉનાના મોટા તળાવની પાળમાં સચવાયેલા આલેખમાં કાયસ્થોના બે કંટુંબની માહિતી મળી આવે છે. એ વાલ્મીક કાયસ્થ કુટુંબનો મૂળ વડવો વલ્ભીપુરમાં રહેતો હતો અને એ વંશમાં પ્રતાપી મંત્રીઓ થયા હતા. એક કુટુંબના નરસિંહરાવ એનો મંત્રી સેવા એનો મંત્રી મટા થયેલો. જ્યારે બીજા કુળના મંત્રી વાજા અને વશ્યરાજ અને એની પત્રી કીકી જેના લગ્ન મંત્રી મટા સાથે થયેલા. એ બંનેને પતા નામનો પુત્ર થયેલો હતો. જે બેગડાનાં સૌરાષ્ટ્રનો સુબો અયાઝનો કારભારી થયેલો. પતાને 66 માફર માલિક ” નો ઇલકાબ આપવામાં આવ્યો હતો. અને સુલતાન તરફથી પાલખીનો અધિકાર પણ બક્ષીશ થયેલો. કૃષ્ણદાસના પુત્ર નાગર બ્રાહ્મણ સોમનાથે પતાએ ઉન્નતદુર્ગમાં બંધાવેલા તળાવની અને એ મહાવના પુત્ર (શુકતિ) સૂ.રત્નાએ ઉલ્લંકિત કરી હતી.
'સોરઠે તવારીખ'માં અમરજી દિવાન એમ નોંધે છે કે તળાવ તથા ચામરિયા નામની વાવને સં. ૧૫૧૫માં (ઇ.સ. ૧૪૫૮માં) સોમનાથ નામના કાયસ્થે બંધાવ્યા હતા.
શાસ્ત્રી રેવાશંકર મેઘજીનાં મત પ્રમાણે આ તળાવ બંધાવનાર ઊનામાં રાજ્ય કરનાર કોઇ ઉનેવાળ બ્રાહ્મણ હોવાં જોઇએ. ઇ.સ. ૧૩૦૦ની આસપાસ બંધાયેલું હોવું જોઇએ. કારણ કે ત્યાં સુધી ઊનેવાળ બ્રાહ્મણોનું રાજ ઊનામાં હતું. ઊનેવાળના બારોટો કહે છે આ તળાવ બંધાવનાર ઓઝા ઊનેવાળ રાજા હતા.
ડૉ. મનિષાબેન પરમાર પોતાના શોધનિબંધમાં આ તળાવ બંધાવનાર કોઇ વાજા રાજા હોવા જોઇએ એમ ઐતિહાસિક સાધનો ઉપરથી કહી શકાય. મૂળ શિલાલેખમાં કુલ ૧૫ શ્લોકો છે. થોડુક ગદ્ય મળીને ૩૬ લીટીમાં છે.
स सर्वता यक्षय कारिवारि ससे मनोहरि परोपकारि । अकारतारयितु स्वकीयान वलअपक्षद्रयपूर्व जातान् ॥
તેણે સર્વ તાપનો નાશ કરનાર જલવાળુ મનોહર પરોપકાર કરનારૂ ? તળાવ પોતાના શુદ્ધ માતૃવંશ અને પિતૃવંશ પૂર્વજનોને તારવા માટે સંવત ૧૮૮૨ (ઇ.સ. ૧૫૨૬) શ્રાવણ સુદી આઠમ ને બુધવાર ઊન્નતદુર્ગમાં વાલમકાયસ્થ જ્ઞાતિના મહામંત્રી પતના પત્નીએ જળદાન કર્યું. હરિબાઇ એ તે તળાવને સમારકામ કરાવ્યું. હરિબાઇએ જીર્ણોદ્વાર કર્યો એટલે હિરાતળાવ નામ થયું.
સમગ્ર અભિપ્રાયોનું તારણ એમ નીકળે છે કે સંવત ૧૫૬૨ થી ૧૬૧૦ સુધી મહમદ બેગડાનું શાસન જૂનાગઢ અને સોરઠ તેમના તાબામાં હતુ. તે વખતે મલેક અયાજને સોરઠનો રાજા બનાવ્યો. અયાજે પતને મંત્રી પદ આપેલું. તેના સમયમાં એ તળાવ જીર્ણ થયું ત્યારે હરિબાઇએ જીર્ણોદ્ધાર કરાવ્યો. ઇ.સ. ૧૩૦૦ બંધાયેલું તળાવ હોય એટલે ૨૨૫ વર્ષ જૂનુ થવાથી તળાવનું સમારકામ કર્યુ હશે.
૧૪૨ ફુટનાં વ્યાસનું ગોળ મજબૂત પથ્થરથી તળાવની બંધાયેલી પાળ છે. તથા સળંગ નવ પગથિયાનું છે. ઊંડુ ૧૩ ફુટ, પૂર્વ-પશ્ચિમ ઊંચાઇ એમ ૨૭ ફૂટ પહોળા ઢાળ પાડતા આરા છે. તેમજ ત્રણ ફુટ પહોળાઇના ૧૪×૧૪ ના પગથિયા, ૧૪ આરા નિયમસર અંતરે છે. વચ્ચે ૩॥ વ્યાસના ૮।।ા લાંબા ત્રણ ગરનાળા છે. પાસે હનુમાનજી, ખોડીયાર માતાજી, ભૈરવજીનું સ્થાનક છે. આ તળાવ આજે તો પાણી સંગ્રહનું સ્થાન છે. નગરપાલિકાએ પાણી ભર્યું હોય ત્યારે બોટિંગની વ્યવસ્થા કરી પર્યટન સ્થળ ઊભુ કર્યુ છે.
#નવોદય યોજના #આર્થિક સહાય #શિક્ષણ યોજના #gujarati news #અર્ધ શહીદ #વિદ્યાર્થીઓ #અંગ્રેજી શિક્ષણ #gujarati news live #શિક્ષણ સહાય #gujarat #ગુજરાતી સમાચાર #ગુજરાત શિક્ષણ #gujarat news #સમાજિક સહાય #અર્થિક સહાય
Subscribe My Youtube Channel: @Mythologibharat .
.
.
Copyright Disclaimer: - Under section 107 of the copyright Act 1976, allowance is mad for FAIR USE for purpose such a as criticism, comment, news reporting, teaching, scholarship and research. Fair use is a use permitted by copyright statues that might otherwise be infringing. Non- Profit, educational or personal use tips the balance in favor of FAIR USE.
Related Posts
जय द्रोणेश्वर महादेव दर्शन #viralreels #shortsvideo #videoviral #trending #viralvideo #youtubeshorts
MYTHOLOGIBHARAT
जय द्रोणेश्वर महादेव दर्शन #viralreels #shortsvideo #videoviral #trending #viralvideo #youtubeshorts
MYTHOLOGIBHARAT
जय द्रोणेश्वर महादेव दर्शन #viralreels #shortsvideo #videoviral #trending #viralvideo #youtubeshorts
MYTHOLOGIBHARAT
जय द्रोणेश्वर महादेव दर्शन #viralreels #shortsvideo #videoviral #trending #viralvideo #youtubeshorts
MYTHOLOGIBHARAT
Comments (0)
Leave a Comment